AIની બુદ્ધિ કેવી રીતે ચકાસાય છે?
આપણે જેમ વિદ્યાર્થીઓની ક્ષમતા ચેક કરવા પરીક્ષા લઈએ એમ AI ની પણ ક્ષમતાઓ માપવા AI ને કેટલીક જટિલ પરીક્ષાઓ આપવી પડે છે.
AI ની પરીક્ષા કોણ લે છે? આ પરીક્ષાનો હેતુ શું? અને મુખ્ય વાત પરિણામ શું આવ્યું? 🧐
અહીં AI ઉપર થયેલા કેટલાંક ટેસ્ટ અને તેના પરિણામો ઉપરના ફોટોમાં ગ્રાફ સ્વરૂપે છે. આ અલગ અલગ ટેસ્ટ AI પર સંશોધન કરનાર દુનિયાની પ્રખ્યાત સંસ્થાઓ અને AI નાં ટોપ સ્તરના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ ટેસ્ટનો હેતુ વિવિધ રીતે AI ની ક્ષમતાઓ માપવાનો છે. જેમ કે આ બધા ટેસ્ટનો ઉદ્દેશ્ય AI ની જટિલ તર્કશક્તિ, પ્રોબ્લેમ સોલ્વિંગ ક્ષમતા અને અનુકૂલનક્ષમતાનો ટેસ્ટ કરવાનો છે. ખાસ કરીને, તે અજાણી પરિસ્થિતિઓમાં AI ના પ્રફોર્મન્સ (ફ્લુઇડ ઇન્ટેલિજન્સ) અને માનવીય સ્તરની સામાન્ય બુદ્ધિમત્તા (AGI) તરફની AI ની પ્રોગ્રેસ માપવા માટે છે. 🧠
હવે ઉપરના ફોટોમાં 5 ટેસ્ટનું પરિણામ છે. આ 5 ટેસ્ટ સામાન્ય મનુષ્ય માટે પણ ખૂબ જ ચેલેન્જિંગ અને ટફ હોય છે. જેમાં ગાણિતિક ક્ષમતાઓ ખાસ માપવામાં આવતી હોય છે.
આમાંથી આપણે 3 ટેસ્ટ વિશે વાત કરીશું.
AIME25 :
- American Invitational Mathematics Examination
- આ ઉચ્ચ સ્તરની ગણિતની સ્પર્ધા છે જે અમેરિકાના ટોપ સ્કોર કરનાર વિદ્યાર્થીઓ આપતાં હોય છે. સારા સ્તરનો ગણિતનો વિદ્વાન પણ આમાં 60-70% સરેરાશ સ્કોર કરે છે. જેમાં તમે જોઈ શકશો કે Grok નું હેવી મોડલ 100% સ્કોર કરી ચૂક્યું છે. મને પણ આ વાંચીને Wow 😲 વાળો અનુભવ થયો હતો.
HMMT25 :
- Harvard - MIT Mathematics Tournament
- આ ટેસ્ટ ઉપરના AIME25 કરતાં પણ ઘણો ચેલેન્જિંગ છે. આમાં પણ સારા સ્તરનો ગણિતનો વિદ્વાન માણસ 60-70% સ્કોર કરી શકે. હું અહીં સામાન્ય માણસની વાત નથી કરતો હો. આમાં પણ AI 90% ઉપર સ્કોર કરી રહ્યું છે.
USAMO25 :
- USA Math Olympiad
- આ ગણિતનો સૌથી અઘરો અને પડકારજનક ટેસ્ટ છે. જેમાં કોઈ ફોર્મ્યુલા બેઝ જવાબ આપવાના નથી હોતાં. પ્યૉર થીંકીંગ અને ડીપ લોજિકલ રિઝનિંગ બેઝ પ્રશ્નો હોય છે.
- જેમાં સામાન્ય માણસને 1-5% સ્કોર કરવું પણ મુશ્કેલ પડતું હોય છે. અને જેમાં ઓલિમ્પિયાડ ક્વોલિફાઇડ કરનાર સ્ટુડન્ટ્સ પણ માંડ 40-50% સ્કોર કરી શકે છે. જેમાં આપણે જોઈ શકીએ છીએ કે AI 60% ઉપર સ્કોર કરી રહ્યું છે. આ પરિણામ કોઈ રીતે સામાન્ય નથી.
આજે પણ AI માં ઘણી ખામીઓ છે. પણ આટલા ટૂંકા ગાળામાં આટલી સખત સ્પીડમાં પ્રોગ્રેસ ઇતિહાસની કોઈ પણ ટેકનોલોજીમાં જોવા નહતી મળી.
કલ્પના કરો આવનાર 2-4 વર્ષમાં AI કયા સ્તરે પહોંચશે? દુનિયાનાં દરેક ક્ષેત્રોનાં કામોમાં પાયાથી બદલાવો અનુભવાશે. એમાં આપણા શિક્ષણ ક્ષેત્રમાં પણ બદલાવો દેખાશે. AI ઝડપથી સ્વીકારી શિક્ષણને સારી દિશામાં વાળનાર શિક્ષક અને સંસ્થાઓનું ભવિષ્ય ખરેખર ઊજળું હશે.