Devendra Trivedi

વિદ્યાર્થીઓ AI થી હોમવર્ક કરે છે: સમસ્યા કે શૈક્ષણિક ક્રાંતિની શરૂઆત?

વિદ્યાર્થીઓ AI દ્વારા હોમવર્ક કોપી કરે છે: પ્રોબ્લેમ કે શૈક્ષણિક ક્રાંતિની શરૂઆત? ⚖️ હમણાં આ ચર્ચા ક્યાંક ને ક્યાંક નજરે આવતી રહે છે કે વિદ્યાર્થીઓ હવે AI ની મદદથી હોમવર્ક કોપી કરીને લખે છે. એ ચર્ચાઓ જોતા લાગ્યું કે આ વિષય પર મારો વિચાર શેર કરવો જોઈએ, જે સપાટી પર દેખાતા પ્રશ્નોથી આગળ વધીને તેના મૂળમાં રહેલા સત્ય અને ફેકટ્સને રજૂ કરે. મારા મતે, આ એક ચેલેન્જ નહીં, પણ શિક્ષણમાં ખૂબ જરૂરી અને સકારાત્મક બદલાવની નિશાની છે. 🌤️

AI આપણી શિક્ષણ વ્યવસ્થાઓ અને પધ્ધતિઓ પર ફરીથી વિચાર કરી નવી સિસ્ટમ ઊભી કરવાં માટે આપણને સિગ્નલ આપી રહ્યું છે. જો વિદ્યાર્થીઓ AI નો ઉપયોગ હોમવર્ક કોપી કરવા માટે કરી રહ્યાં છે તો એ વિદ્યાર્થીની આળસ કે કામચોરી નથી પણ આ તો આપણી શિક્ષણ વ્યવસ્થાની નબળાઈ છતી કરે છે.

☹️ હોમવર્ક: માઈન્ડલેસ બિઝીવર્ક

ઘણાં શિક્ષણવિદ ચિંતકો વારેઘડીએ કહેતા હોય છે કે વર્ષોથી ચાલતા આવતું આ હોમવર્ક એ માઈન્ડલેસ બિઝીવર્ક છે. બુદ્ધિને બાજુમાં મૂકીને બિઝી રહેવાનો રસ્તો છે. આ માત્ર મિકેનિકલ પ્રક્રિયા છે, જેમાં મગજનો ઉપયોગ ઓછો અથવા ના બરાબર અને હાથનો ઉપયોગ વધુ થાય છે. આનાથી વિદ્યાર્થીની વિચારવાની શક્તિ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કીલ, સર્જનાત્મકતા કે વિષય પ્રત્યેની રુચિ, જિજ્ઞાસા કે આવડત જરાય વિકસતી નથી.

પ્રખ્યાત અમેરિકન લેખક એલ્ફી કૉન એ એમના પુસ્તક "ધ હોમવર્ક મિથ" માં ખૂબ જ સ્પષ્ટપણે કહ્યું છે કે "પરંપરાગત હોમવર્ક પ્રથા વિધાર્થીનાં જિજ્ઞાસા, ડિસ્કવરી અને એક્સપ્લોરેશન પ્રત્યેનાં પ્રેમને મારી નાખે છે." આ માત્ર આપણી લોકલ સમસ્યા નથી પરંતુ વૈશ્વિક સમસ્યા છે. (હાં, થોડાક દેશો અને સ્કૂલો આનાથી ઉપર ઉઠી ખરા શિક્ષણ પર સરસ રીતે ભાર મૂકી રહ્યા છે.)

સ્ટેનફર્ડ યુનિવર્સિટીનાં સિનિયર લેક્ચરર ડેનિસ પોપ જેમણે અમેરિકાનાં હજારો વિદ્યાર્થીઓ પર પરંપરાગત હોમવર્ક અને તેની અસરો પર સર્વે કર્યા પછી ચેતવણી આપતાં કહ્યું કે હોમવર્ક વિદ્યાર્થીના શીખવાનાં (લર્નિંગ) ગુણને મારી નાખે છે. આ નિષ્ણાતોનાં મંતવ્યો સાબિત કરે છે કે AI નાં આગમન પહેલાં જ આ સમસ્યા અસ્તિત્વમાં હતી અને વિકરાળ સ્વરૂપે ફેલાયેલી જ છે. આ તો AI હવે આપણને તટસ્થ અને આંખો ઉઘાડે એવો અરીસો બતાવી રહ્યું છે.

🌱 માઈન્ડફુલ લર્નિંગ:

એટલે જ હવે સમય આવી ગયો છે કે આપણે હોમવર્કનો ઉદ્દેશ્ય અને પધ્ધતિ બંને બદલીએ. હવે હોમવર્કને માઈન્ડલેસ બિઝીવર્કમાંથી માઈન્ડફુલ લર્નિંગમાં બદલવાની સખત જરૂર પડશે. ભવિષ્યમાં હોમવર્ક વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસમાં અસરકારક અને જરૂરી એટલે કે જેના વગર ચાલશે જ નહીં એવી મહત્વની ભૂમિકા ભજવતું થશે.

હવે વિચારો કે જો એવું હોમવર્ક હોય જે:

  1. વિદ્યાર્થીઓને NEP ના ઉદ્દેશ્યો આધારિત હોમવર્ક આપવું સામાન્ય શિક્ષક માટે સરળ જરાય નથી. વિદ્યાર્થી ક્રિટીકલ થીંકીંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ કે સોશિયલ થીંકીંગ કરીને હોમવર્ક કરે તે હોમવર્ક બનાવવું ઈઝી નથી. શિક્ષકે જે પાઠ કે ટોપિક ભણાવે તેમાંથી આવા પ્રશ્નો, પ્રોબ્લેમ કે પ્રોજેક્ટ બનાવવા એ ખરેખર ટીચરનું ભેજું વાપરી દે તેવું કામ છે.
  2. વિદ્યાર્થીઓને હોમવર્ક આપી તો દીધું પણ આ ટાઇપના હોમવર્ક માટે શિક્ષકે વિધાર્થીને ગાઈડ પણ કરવા પડે કે આને કેવી રીતે કરી શકાય? શરૂઆત કેવી રીતે કરવી? વગેરે વગરે. કારણ કે આતો કોઈ ફિક્સ જવાબો હોય તેવું હોમવર્ક નથી, દરેક વિધાર્થી પોતાની રીતે અલગ અલગ રીતે કરીને આવી શકે. એટલે તેમને ગાઈડ કરવા એ પણ ખૂબ જરૂરી અને અઘરું સ્ટેપ છે.
  3. અને છેલ્લે વિધાર્થીઓએ પૂરું કરી લાવેલ હોમવર્કને સાચી રીતે ચેક કરવું. આ હોમવર્કને સાચું કે ખોટું એમ બે ભાગમાં વહેંચી ના શકાય. એટલે એનું સચોટ મૂલ્યાંકન કરવું કે કયો વિદ્યાર્થી કેવી રીતે વિચારે છે, ક્યાં અટકે છે, કેવી રીતે અપ્રોચ કરે છે એ બધું ચેક કરવું એ શિક્ષક માટે એટલું જ અઘરું કામ. હવે સમજાશે કે ચીલાચાલુ અને બુદ્ધિ બાજુમાં મૂકીને કરવાના હોમવર્ક કરતા આ NEP આધારીત હોમવર્ક આપવું અને ચેક કરવું નોર્મલ શિક્ષક માટે કેટલું ટફ હોઈ શકે !

આથી જ અમે અત્યારે આ ચેલેન્જ પર જ કામ કરી રહ્યાં છીએ. જેમાં AI ત્રણેય તબ્બકામાં શિક્ષકને સંપૂર્ણ મદદ કરશે જેમાં અવનવું હોમવર્ક બનવા, વિધાર્થીઓને ગાઈડ કરવા અને હોમવર્કનું મૂલ્યાંકન કરવાની પ્રોસેસમાં આપણું Edutor નું AI ટીચરને મદદ કરશે. જેના પરિણામ સ્વરૂપ દરેક વિદ્યાર્થી માઈન્ડફુલ લર્નિંગ મેળવતું હશે. હાં, આવા ટાઇપના હોમવર્ક કરવામાં વિદ્યાર્થી AI નો જેટલો વધુ ઉપયોગ કરે તે તો વધુ સારું ! 😊 અને હા છેલ્લી વાત કે AI ને ભલે આપણે શિક્ષણનાં શત્રુ તરીકે સાબિત કરવા વારંવાર કોર્ટના કટઘરામાં ઊભું કરી દઈએ પણ આ માઈન્ડલેસ લર્નિંગથી માઈન્ડફુલ લર્નિંગની સફરમાં AI ની ભૂમિકા સૌથી મહત્વની હશે.